મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતો યુવાન દેણુ વધી જતાં લાપતા થયેલ હોવાની યુવાનના મોટાભાઈએ મોરબી એ ડિવિઝનમાં ગુમસુદા અંગે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતો દિપકભાઈ ઉર્ફે ગટુ સગુણદાસ કાગડા (ઉ.વ.40) નામનો યુવાન ગત તા.28ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ સગા-સબધીમાં શોધખોળ કરી હતી. પરંતુ આજદિવસ સુધી તેનો પત્તો ન લાગતા અંતે યુવાનના મોટાભાઈ અશ્વિનભાઇ સગુણદાસ કાગડાએ ગઈકાલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોતાનો ભાઈ ગુમ થયાની નોંધ કરાવી હતી. ગુમ થનાર દિપકભાઈ આર્થીક સંકડામણમા હોય અને દેણુ વધી જતાં પોતાના ઘરેથી કયાંક જતા રહેલ હોવાનું પોલીસ નિવેદનમાં તેમના મોટાભાઇએ જણાવ્યુ હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે.