મોરબી: મોરબીના નવા ડેલા રોડ રાવલ શેરી પાસે ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા ૨૦ વર્ષીય મયુરસિંહ જીતુભા ગોહેલને મોરબીના નવા ડેલા રોડ રાવલ શેરી પાસે ઈલેક્ટ્રીક થાંભલાની પાસે બાઈક પાર્ક કરતા ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે અકસ્માતે મોત નોંધ વધુ તપાસ હાથ ધરી.