મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગરમાં રહેતી આધેડ મહિલાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રહેતા દયાબેન દેવજીભાઈ પારઘી (ઉ.વ.55) એ ગત તા. 24 એપ્રિલના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા. ત્યારે કોઈ કારણોસર શરીરે જાતે કેરોસીન છાંટી જાતે આગ ચાંપી દીધી હતી. આથી, તેઓ આખા શરીરે દાઝી જતા પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલના બનર્સ વોર્ડમાં દાખલ કરેલ હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
