કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કર્મઠ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મોરબી પધાર્યા અને તાકીદની જે જાહેરાતો કરી તેનું ત્વરિત અમલીકરણ થાય તે માટે મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રયત્નશીલ છે.
તાજેતરમાં જ તેઓએ ખાખરેચી, જુના ઘાંટીલા, માળીયા(મી.) સરવડ, વવાણીયા, રંગપર, જેતપર(મ.) ભરતનગર, ખાખરાળા વગેરે ગામોના પીએચસી, સીએચસીની મુલાકાતો લઈ ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા દરેક જગ્યાએ રૂ.25000/- અનુદાન આપ્યું હતું. અને જરૂરિયાત મુજબની ખૂટતી દવાઓ તેઓના તરફથી આપવા જણાવ્યું છે. જે પૈકી વવાણીયા મુકામે જરૂર જેટલી દવા પુરી પાડવામાં આવી છે. જનતા સાથે સીધો જ અંતરનો, દિલનો, પ્રેમનો, આત્મીયતાનો સંબંધ ધરાવતા કાંતિભાઈ અમૃતિયા આપત્તિના સમયમાં હંમેશા જનતાની સાથે જ પ્રજાની વચ્ચે જ રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.