મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મોરબીના સરદાર બાગ પાછળ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઈ નાનજીભાઈ રાજપરા (ઉ.૫૩) એ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.