મોરબીમાં આધશક્તિ ગરબી મંડળમાં ધુણીયો રાસ રજુ કરાશે
મોરબી: સમગ્ર ગુજરાતમાં હાલ નવરાત્રી ચાલી રહી છે અને દરેક શહેર તેમજ ગામડાઓમાં સાંસ્કૃતિક શેરી ગરબા તેમજ સાંસ્કૃતિક રાસ રજુ કરવામાં આવેતા હોય છે ત્યારે મોરબીમાં અમૃત પાર્ક, નવલખી રોડ, સેન્ટ મેરી સ્કૂલ પાછળ આવેલ શ્રી આદ્યશક્તિ ગરબી મંડળમાં આજે આઠમનાં દિવસે ધુણીયો રાસ માડી તારા અઘોર નગારા વાગે રાસ રજૂ કરવામાં આવશે. તેમજ ગાયક કલાકાર કોમલ બેન ચાવડા,પ્રકાશભાઈ ચાવડા, ભાવેશ ભાઈ ડાંગર , મેપાભાઈ આહીર દ્વારા પ્રાચીન રાસ ગરબા ગાયને માતાજીની આરાધના કરવામાં આવશે તો સર્વે ધર્મપ્રેમી જનતા એ આ અવસરનો લાભ લેવા આદ્યશક્તિ ગરબી મંડળ આમંત્રણ આપે છે.