મોરબીમાં વેજીટેબલ રોડ પર આવેલ ભાગયલક્ષ્મી સોસાયટીમાં બાથરૂમમાં ન્હાવા ગયેલ વૃદ્ધનું પડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ફેકટરી સામે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય ઉમેશભાઈ બચુભાઈ ગોહેલ ગઈ કાલના રોજ સાંજના સાતેક વાગ્યાના આસપાસ બાથરૂમમાં ન્હાવા જતા પડી જતાં મોત નિપજ્યું હતું. તેમની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.