Wednesday, April 23, 2025

મોરબીની સ્પર્શ ક્લીનીકમાં દર્દીની શ્રેષ્ઠ સારવાર કઈ રીતે કરી શકાય તે અંગે સેમિનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીક ને એપલ હોસ્પીટલ મા છ વર્ષ પૂર્ણ થતા કરાયુ અનેરુ આયોજન

મોરબી શહેરમાં છેલ્લા 14 વર્ષથી કાર્યરત અને વિવિધ એવોર્ડ મેળવનાર એવી ખ્યાતનામ સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકનું આજથી છ વર્ષ પહેલા ડો. જયેશભાઈ સનારીયા દ્વારા શહેરની એપલ હોસ્પીટલમાં સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. આજ રોજ સ્પર્શ ક્લીનીકને એપલ હોસ્પીટલમાં છ વર્ષ પૂર્ણ થતા છઠી વર્ષગાંઠ નિમિતે દર્દીની ઉત્કૃષ્ઠ સારવાર કઈ રીતે પ્રદાન કરવી, દર્દી તેમજ તેમના સગા સાથે કઈ રીતે વર્તન કરવું, દર્દીની સારવાર દરમિયાન શુ કાળજી રાખવી ? સારવાર બાદ સમયાંતરે સંપર્ક કરી આરોગ્ય વિષયક માર્ગદર્શક પૂરું પાડવું અને આજના હરીફાઈના જમાનામાં સારા માણસ કઈ રીતે બનવું ? તે વિષય પર અમદાવાદની રિજુવા એસથેટીકા હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ.અર્થ શાહ દ્વારા સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના નાયબ કલેકટર એન. કે. મુચ્છર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અને સ્પર્શ ટીમના દરેક સભ્યોને અલગ -અલગ ક્ષેત્રના એવૉર્ડ આપીને સન્માનિત કર્યાં હતા. અને આજના ભાગદોડના સમયમાં પોતાના અને આધ્યાત્મિક વિકાસ માટે સમય કાઢીને સમાજને મહત્તમ મદદ કઈ રીતે કરી શકાય એના વિશે માર્ગદર્શન આપ્યું હતું. તદ ઉપરાંત સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકના ડાયરેક્ટર ડો.જયેશ સનારીયા તથા ડો.મનીષ સનારીયા (બાળ રોગ નિષ્ણાંત) દ્વારા બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ યર-2021 નો એવોર્ડ કાજલ બોખાણી તથા ત્રિભોવનભાઈ રાકજાને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડૉ. જયદીપ કાચરોલા પણ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત મા બેસ્ટ ક્લીનીક નો એવોર્ડ મેળવનાર સ્પર્શ ક્લીનીક દ્વારા સ્કીન,વાળ, કોસ્મેટીક, લેસર તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ ની અદ્યતન તેમજ ઉત્કૃષ્ઠ સારવાર છેલ્લા 14 વર્ષ થી પ્રદાન કરવા મા આવી રહી છે. ત્યારે આ તકે ડો. જયેશ સનારીયા તથા ડો.શિતલ સનારીયા દ્વારા લોકો એ તેમના પર મુકેલ વિશ્વાસ તથા અતુટ શ્રધ્ધા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, તે ઉપરાંત ભવિષ્યમાં પણ તબિબિ ક્ષેત્રે મોરબી શહેર તથા જીલ્લાના લોકોને વધુ ઉત્કૃષ્ઠ સારવાર મળી રહે તે માટે તેઓ તથા તેમની સ્પર્શ ટીમ હરહંમેશ કટીબધ્ધ તથા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,232

TRENDING NOW