(અહેવાલ: મયંક દેવમુરારી મોરબી)
મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે આવેલ યુનિક ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ખાતે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન એક્ટિવિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નર્શરી LKG, UKG તેમજ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ખાસ કરીંને બાળકો દ્વારા દેશની વિવિધ સેનાના યુનિફોર્મ તેમજ બાળકો દ્વારા સંત, ડોકટર, ઇંજિનિયર, પાઇલોટ, આર્મી, પોલિસ, વકીલ, પત્રકાર, વિવિધ યુનિફોર્મ પેરી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સૌથી આકર્ષક ટ્રાફિક સિંગ્નલ માટે માહિતી આપતા બાળકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. લોકોમાં ટ્રાફિક માટે જાગૃતતા આવે તેવી ફ્રેમ પહેરી લોકોને માહિતગાર કર્યા હતા. આમ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
