મોરબીની નવજીવન વિધાલયમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી અભ્યાસ ઉપરાંત ઈત્તર પ્રવૃતિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે તેવા હેતુથી વાર્ષિકોત્સવ ઉજવાય છે જેમાં ભૂલકાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી સકે છે.
નવજીવન વિધાલય દ્વારા તા. ૧૨ ને રવિવારે સાંજે ૫ : ૩૦ કલાકે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે વાર્ષિકોત્સવ સ્પંદન ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવશે જે પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, નવજીવન & ન્યુ એરા ગ્રુપના મેનેજીંગ ટ્રસ્ટી ડી બી પાડલીયા સહિતનાં મહાનુભાવો અને બાળકોના વાલીઓ ઉપસ્થિત રહેશે