મોરબીમાં સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં ગૌશાળાના લાભાર્થે આવતીકાલે શનિવારે પિઠડાઇ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આવતીકાલે તા.૧૬ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ આયોજનમાં પધારવા ધર્મપ્રેમી જનતાને આયોજક ઘનશ્યામ મનસુખભાઈ વરમોરા મો.નં. ૯૮૯૮૨૮૯૮૦૦ દ્વારા જાહેર આમંત્રણ આવ્યું છે.