એબ્યુલન્સના ડ્રાઈવરો પોતે બીમાર હોવા છતાં બાટલા ચડાવી કોરોના મહામારીમા ફરજ નીભાવી રહ્યા છે. જેની સામે હોટલ સંચાલકોએ માનવતા નેવે મુકી
મોરબી જિલ્લામાં તાજેતરમા કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલોમાં કોરોનાના દર્દીઓની લાંબી કતારો લાગી છે. અને હોસ્પીટલોમા પણ ઓકસીજન અને વેન્ટીલેટરના અભાવના કારણે કોરોના દર્દીઓ મોતને ભેટી રહયા છે. ત્યારે ઓકસીજન વેન્ટીલેટર બેડની જરુરીયાત હોય તેવા દર્દીઓને ગુજરાતના અન્ય જીલ્લાની હોસ્પીટલોમા દાખલ થવા મહામુસીબતે બેડની વ્યવસ્થા થતા મોરબીના એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને પાઈલોટ રાત દિવસ પોતાની ફરજ નિભાવી રહયા છે. ત્યારે મોરબી ક્રિષ્ના હોસ્પીટલના એબ્યુલન્સના ડ્રાઈવર કાસમભાઈ અભરામભાઈ જેડા પોતે રાત દિવસ સતત દર્દીઓ અન્ય જીલ્લામા હોસ્પીટલે પહોચાડવા મહામહેનત કરી રહ્યા છે.
અને પોતે અશકત થતા ગલુકોઝના બાટલા ચડાવી ફરીથી દર્દીઓની સેવામાં ખડેપગે રહી જાય છે ત્યારે આવા સેવાભાવી અને દર્દીઓ માટે ખડેપગે રહેતા એબ્યુલન્સના ડ્રાઈવરો ઈસુબભાઈ અભરામભાઈ જેડા મુનાભાઈ વણકર અનવરભાઈ હાસમભાઈ જામ દીલાવર સીદીકભાઈ ખોડ સહિતના ડ્રાઈવરો જમવાના ટાઈમે હાઈવેની હોટલો પર જમવા જતા હોટલ માલીકો તેને હોટલોમા એન્ટ્રી આપવામા આનાકાની કરી રહયા છે અને હોટલ સંચાલકો દ્વારા એવા સવાલો કરવામા આવી રહ્યા છે કે તમે કોરોના નાં દર્દીઓની હેરાફેરી : છો એટલે જો તમે હોટલમાં જમવા આવશો અને અમારા સ્ટાફને કોરોના થશે તો અમારે હોટલ બંધ કરવી પડશે આવા સવાલથી એમ્યુલન્સના ડ્રાઈવરો પાયલોટોમા રોષ ફેલાયો છે અને મિડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી