મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા જોવા મળી રહી છે અને ઉદ્યોગ મૃત પાય સ્થિતિમાં છે ત્યારે સરકાર ઉદ્યોગને બચાવવા યોગ્ય કદમો ઉઠાવે અને તાત્કાલિક કાર્યવાહી કરી ઉદ્યોગને રાહત આપે તેવી માંગ કરવામાં આવી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગને પગલે ટ્રાન્સપોર્ટ અને પેકેજીંગ જેવા ઉદ્યોગો પણ વિકાસ પામ્યા છે અને લાખો લોકોને રોજગારી મળે છે જે ઉદ્યોગ હાલ મૃત પાય અવસ્થામાં છે પેટ્રોલ-ડીઝલ ભાવવધારો, કન્ટેનરના ભાડામાં વધારો, રો મટીરીયલ્સનો ભાવવધારો, ઈલેક્ટ્રીસીટી ભાવવધારો અને ગેસના ભાવ વધારાને પગલે ઉદ્યોગ પડી ભાંગ્યો છે હાલ ૫૦ ટકાથી વધુ યુનિટ બંધ છે જેથી સિરામિક ઉદ્યોગ માટે કેટલીક માંગણીઓ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
(૧) ગેસ નો ભાવ વધારો બંધકરી ભાવો માં ઘટાડો કરો અને ગુજરાત સરકાર નો જે પણ ટેક્સ ગેસ પર હોય તે નાબુદ કરો.
(૨) કન્ટેઈનર ના ભાવ વધતા જે એક્ષ્પોર્ટ માં ઘટાડો આવેલ છે. તે એક્ષ્પોર્ટમાં વધારો થાય તે માટે એક્ષ્પોર્ટ કરનાર યુનિટ ને કન્ટેઈનર ભાડા સામે સબસીડી આપો.
(૩) આંતરરાષ્ટ્રીય માર્કેટ માં અન્ય દેશ ની પ્રોડકસ સામે ભારતનો માલ ભાવની પેરીટી એ ટ્ક્કી શકે માટે ગુજરાત સરકાર માંથી એક્ષ્પોર્ટ કરનાર ને કરવેરા ના લાભો આપો.
(૪) જેમ પેટા ચુંટણી ના પરિણામ ની અસર થી પેટ્રોલ ડીઝલ ના ભાવો માં ભારત સરકારે ઘટાડો કરેલ છે.તેમ ગુજરાત સરકાર ગેસ ના ભાવમાં તેમજ ઇલેક્ટ્રિક ના યુનિટ ના ભાવ માં ઘટાડો કરે તેવું કરો.
(૫) વારંવાર ભાવ વધારો આવશે તેવા સમાચારો બંધ કરીને ઉદ્યોગકારો ને થતા માનસિક ત્રાસ માંથી બચાવો અને તેઓને હયાધારણા આપો કે હવે એક વર્ષ સુધી ભાવ વધારો નહિ થાય. અને તેવું આયોજનો કરો.
(૬) ડોમેસ્ટિક માર્કેટ માં વેચાણ વધે તે માટે ઉધોગ કરો ને કોઈ સ્કીમ લાવી ને પ્રોત્સાહન આપો.
(૭) મોટા ઉધોગપતિ ઓના દેવા માફ થાય છે. તેવી રીતે નબળા પડેલા યુનિટો ના દેવા માફ કરીને તે ફરીથી પોતાનો બિજનેશ ચાલુ કરીને શકે તેવી સ્કીમ લાવો.