મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનાર યોજાશે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલ. ઇ. કોલેજ રોડ પર આવેલ સાર્થક વિદ્યા મંદિર એટલે બાળકોના સર્વાંગીણ વિકાસ માટેનું સ્થળ, એક એવી શાળા કે જ્યાં માત્ર ભણતર જ નહીં પરંતુ બાળકોમાં સંસ્કાર તેમજ બાળકના એક સાચા અને સારા વ્યક્તિત્વનું નિર્માણ થાય તેવા પ્રયાસો સાર્થક વિદ્યામંદિર દ્વારા અવારનવાર કરવામાં આવતા હોય છે..
ત્યારે સાર્થક વિદ્યામંદિર તેમજ સંસ્કૃત આર્ય ગુરુકુળ દ્વારા આગામી 20 તારીખના રોજ વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વૈદિક પેરેન્ટિંગ સેમિનારનો મુખ્ય હેતુ બાળકોના પંચકોસ વિકાસના આયામો, બાળકોને ટી.વી. મોબાઇલ છોડાવવાના ઉપાયો, બાળકોની સ્મૃતિ શક્તિ અને બુદ્ધિ વધારવાના ઉપાયો, તેમજ બાળકોને ઘેર બેઠા વાર્તા દ્વારા કઈ રીતે શિક્ષણ આપી શકાય તેવા અનેક વિષયો પર નિષ્ણાંતો દ્વારા ચર્ચા કરવામાં આવશે. ત્યારે તમામ વાલીગણ એ આ વૈદિક પેરેન્ટિંગ સેમીનાર માં ખાસ જોડાવું જોઈએ. અને બાળકના સર્વાંગીણ વિકાસ માટે એક પગલું લેવું જોઈએ. આ સેમિનાર માં જોડાવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
તારીખ :- ૨૦/૦૪/૨૦૨૪
સમય :- ૫:૦૦ થી ૭:૦૦ કલાકે
નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
મો. 96649 11182 / 81401 40014