મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જવાહર સોસાયટીમાં આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા કેશવજીભાઈ દેવજીભાઈ જાદવ (ઉ.વ.52)એ ગત તા.20 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી ક્યાં કારણોસર પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ આર.એમ.ઝાલાએ હાથ ધરી છે.