મોરબીમાં શોભેશ્વર રોડ પર આવેલ પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા 6 પત્તાપ્રેમીને પોલીસે ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ પર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે મોરબી બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી. અને જુગાર રમતા ગોવિંદભાઈ રઘુભાઈ વઢીયારા, જયંતીભાઈ રઘુભાઈ વઢીયારા, મનુભાઇ નાનુભાઇ વઢીયારા, સંજયભાઈ ઈશ્વરભાઈ વઢીયારા, રામુભાઇ મનજીભાઇ ડાભી અને લાલાભાઇ વેરશીભાઈ વઢીયારાને રોકડ રકમ રૂ.૨૪૬ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે