મોરબી શોભેસ્વર રોડ પરથી શનિ પાજી કા બાજુમાંથી યુવાનનું બાઈક ચોરી થઇ હતી. આ ચોરીના બનાવ અંગે યુવાને મોરબી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર શ્યામ સોસાયટી-૧માં રહેતા હર્ષદભાઈ નીલેશભાઈ કાસુન્દ્રા ગત તા, ૧-૦૮ ના રોજ રાત્રીના શોભેશ્વર રોડ શની પાજી કા ઠાબા બાજુમાં ગયેલ હતા. ત્યારેથી તેનું બાઈક ન.GJ36-AB-353 (કિં.રૂ,50,000)વાળું કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ચોરીની ઘટના અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.