મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ લાભ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો જયંતીલાલ સવજીભાઇ કાવઠીયા ઉ.વ.૫૦ રહ.મોરબી-૨ મહેન્દ્રનગર ઝાપા પાસે, જગદીશભાઇ અણદાભાઇ આલ ઉ.વ.૨૫ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરી નં-૨, હુશેનભાઇ ગફારભાઇ માલાણી ઉ.વ.૩૦ રહે. મોરબી-૨ વાડી વિસ્તાર ગેઇટ પાસે વીશીપરા ઝલઝલા પાન પાસે, ગુલજલ ઉર્ફે ગુલો સુમારભાઇ જેડા ઉ.વ.૩૯ રહે. વાવડી રોડ લાભ સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.