
મોરબીના લીલાપર રોડ ચાર રસ્તા નજીક રહેતી યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ચાર રસ્તા માળિયા નજીક રહેતી આસીયાનાબેન મહમદભાઈ નારેજા (ઉ.વ.22) એ ગઇકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આસીયાનાબેનનો લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જણાયું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.