Thursday, April 24, 2025

મોરબીના લાલપર ગામે ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના લાલપર ગામે બસ સ્ટેન્ડ સામે આવેલ ત્રિમૂર્તિ ચેમ્બરમાં શ્યામ એન્જીનીયરીંગ દુકાન સામે ખુલ્લી જગ્યામાં રાખેલ લોખંડના પાઇપની કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોધાઇ છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી બીપીનભાઈ નરભેરામભાઈ દેત્રોજા (રહે.ઓમપાર્ક કેનાલ રોડ મોરબી)એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, લાલપર ગામે બસ સ્ટેન્ડ સામે આવેલ ત્રિમૃર્તી ચેમ્બરમાં શ્યામ એન્જીનીયરીંગ નામની દુકાનની બહાર રાખેલ પેડેશન બનાવવા માટેના નાના-મોટા લોખંડના પાઈપ નંગ-૪ આશરે ૪૮૦ કિલો વજનના (કીમત રૂ.૧૮,૨૪૦) તથા સાહેદ દેવેન્દ્રભાઈ અમરશીભાઈ કાલરીયાના એ પોતાની લાલપર ગામ પાસે ઇન્કમટેક્ષની ઓફિસની બાજુમાં શિવ શક્તિ એન્ટરપ્રાઈઝ નામની કન્વર બેલ્ટ નામની દુકાન બહાર રાખેલ લોખંડના કન્વેનર ડ્રમ નંગ-૨ આશરે ૧૩૦ કી.ગ્રા. વજનના (કિંમત રૂ.૧૦,૦૦૦) તથા સાહેદ સંજયભાઈ રામચન્દ્રભાઈ બોરાએ પોતાના રફાળેશ્વર જીઆઈડીસી માં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની કમ્પાઉન્ડની દીવાલ બાહર રાખેલ લોખંડનો આશરે ૧૪૦ કી.ગ્રા. નો ફેબ્રિકેશનનો સેટ-૧ (કિંમત રૂ.૬૦૦૦) નો મળી કુલ મુદામાલ કીમત રૂ.૩૪,૨૪૦ ની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધ છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW