મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામના સ્મશાન સામે સર્વીસ રોડ ઉપર કટ પાસે રોડ ક્રોસ કરતાં વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લીધા હતા. જેથી તેમને માથામાં ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બાઇક ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામના સ્મશાન સામે સર્વીસ રોડ ઉપર કટ પાસે ગત તા.11 ના રોજ ગણપતભાઇ પરમાર ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે વેળાએ બાઇક નં.GJ36-A-9078ના ચાલકે પોતાનું મોટર સાયકલ ફુલ સ્પીડમા અને બેફીકરાય અને ગફલતભરી રીતે ચલાવી ગણપતભાઇ પરમારને હડફેટે લીધા હતા. જેથી તેને માથાના પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. હવાલાવાળુ મોટર સાયકલ લઇ નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે ગણપતભાઇના પુત્ર અતુલભાઈ પરમારે (રહે.લાલપર સ્મશાન પાસે રાજુભાઇ પટેલના મકાનમાં ભાડે મોરબી)એ બાઈક ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.