મોરબી જીલ્લાના દરેક રોડનું તાત્કાલિક રીપેરીંગ કરવા તેમજ ખેડૂતોને થયેલ નુકશાન વળતર ચુકવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં તેમણે જણાવ્યુઅં હતું કે, મોરબી જીલ્લામાં વાવાઝોડા અને તેની સાથે આવેલ વરસાદથી બધા જ રસ્તાઓ બિસ્માર થઇ જવા પામેલ છે. આમ તો અન્ય જીલ્લાઓ કે જેમાં વાવાઝોડાની અસર વધારે થવા પામેલ છે અને વરસાદ પણ વધારે હતો. તેવા જીલ્લાઓમાં પણ રસ્તાઓનું ધોવાણ થવા પામેલ જ હશે. આ વાવાઝોડાને લીધે આવેલ વરસાદથી રસ્તાઓને નુકશાન થયેલ છે, તે બાબતે મોરબીના ધારાસભ્યએ પણ આ વાતને અનુમોદન આપતી રજૂઆત કરી છે. તેમજ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને કહીને ફક્ત જેતપર–અણીયારી રોડનું જ રીપેરીંગ તાત્કાલિક કરવા માટેની તેમની રજૂઆત છે તો મોરબી જીલ્લાના અન્ય રોડનું શું? તેવા સવાલ ઉઠાવ્યા છે. જેથી મોરબી જીલ્લામાં આવેલ તાલુકાઓ જેવા કે મોરબી, માળિયા(મી.), વાંકાનેર, હળવદ, ટંકારા વિસ્તારમાં ઘણા રોડ બિસ્માર હાલતમાં છે. તો આ બધા રોડનું રીપેરીંગ પણ તાત્કાલિક કરવા રજુઆત કરવામાં આવી છે.
તેમજ જો આ વાવાઝોડા અને વરસાદથી રોડને નુકશાન થતું હોય તો ખેડૂતના ખેતરોને તેમજ તેમણે વાવેલ પાકોને કેટલું નુકશાન થયેલ હશે? તો આ બાબતે ભલે ધારાસભ્યશ્રી દ્વારા માંગણી કરવામાં ના આવી હોય પણ અમો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને થયેલ નુકશાનનું સાચું સર્વે કરાવીને તેઓને યોગ્ય વળતર ચુકવવા અમારી લાગણી તેમજ માંગણી છે. તે ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારમાં મકાનો તેમજ ઝુંપડાઓને થયેલ નુકશાનનું પણ સર્વે કરાવીને તાત્કાલિક વળતર ચુકવવા માંગ કરી છે.