મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આરોપીઓ ઘનશ્યામસિંહ ડાયાભાઇ પરમાર અને કરણસિંહ ધારાભાઇ ગોહિલ (રહે.બન્ને ભીમાસર તા.રાપર. જી.કચ્છ-ભુજ) મારૂતિ કંપનીની સ્વીફટ ડીઝાઇર કાર રજી.નં.GJ-12-AE-5372માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 180 બોટલો (કિ.રૂ. 69,180)નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે બંનેને ઝડપી લીધા છે. તેમજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ. 1,69,180 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેમજ પારસ ઉર્ફે સુલતાન (રહે.મોરબી)નું નામ ખુલતાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી પારસ ઉર્ફે સુલતાનને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.