મોરબી તાલુકાના રંગપર ગામે ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે ગ્રામ પંચાયત નજીક આરોપી વિજયભાઈ બાબુભાઈ ઝાલા (રહે. રંગપર તા. મોરબી) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ (કિં.રૂ. ૬૦૦) નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.