મોરબીના રંગપર ગામે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં એપ્રીકોટ સીરામીટના કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ બાલગજન અસ્તી (ઉ.વ.૩૩) રહે. એપ્રીકોટ સીરામીકના કારખાનામાં રંગપર ગામ તા.જી મોરબીવાળાને સાંજના સમયે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં બાલગજન નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.