મોરબીના ખોબા જેવડા ટીંબડી ગામના અને મોરબીના યુવા પત્રકાર તરીકે ફરજ બજાવતા મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ છે તેઓ નાની ઉંમરે પત્રકાર જગતમાં મોટુ નામ કમાઈ પત્રકારત્વ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ હાલ બીજી ન્યુઝ ગુજરાતી, બનાસ ગૌરવ,ગુજરાત સમીકરણ,સ્વરાજ સમય સહીતના ન્યુઝ પેપર અને ઈલેકટ્રીક મીડિયામાં મોરબી જિલ્લાના પ્રેસ રિપોર્ટર તરીકે નિષ્પક્ષ અને નીડર બની લોકોના પડતર પ્રશ્નોને વાચા આપી જડમુડમાંથી ઉકેલી નાખી પત્રકાર તરીકે ઈમાનદારીપુર્વક ફરજ બજાવી રહ્યા છે.
ત્યારે આજે તેઓ 28 વર્ષ પૂર્ણ કરી 29માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે મયંકભાઈ નાનપણથી પત્રકારના ભણતરમાં શોખ ધરાવતા હોય તેઓ જર્નાલીસ્ટીની ડિગ્રી પ્રાપ્ત કરી સમય જતા પત્રકાર જગતમાં ઝંપલાવ્યુ હતુ અને આજે મોરબી જિલ્લામાં સારી એવી નામના મેળવી યુવા પત્રકાર તરીકે ઉભરી આવ્યા છે અને નીડર બની લોકોના પડતર પ્રશ્નો હોય કે સામાજિક કે ધાર્મિક કાર્યકમો હરહંમેશ ખડેપગે રહી કવરેજ કરી વાચા આપી રહ્યા છે મયંકભાઈ દેવમુરારી યુવા વયે સારી નામના સાથે બહોળું મિત્ર સર્કલ ધરાવતા હોય મોડીરાત્રીથી જ મિત્રો સગા સ્નેહીજનો અને પરીવારજનો સહીત હિતેચ્છુઓ પત્રકાર મિત્રો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે તેમજ મયંકભાઈને તેમના મોબાઈલ નંબર ૮૪૬૦૫ ૬૬૮૭૦ પર અને સોશિયલ મીડિયા પર નામઅનામી મિત્રો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી શુભકામના પાઠવી રહ્યા છે