મોરબીના વિસીપરામા ફુલછાબ કોલોનીમાં બિલાલી મસ્જીદ વાળી શેરીમાં રહેતા ઇરફાનભાઈ ઉર્ફે ઇભો ગનીભાઇ કાસમાણી (ઉ.વ.૪૩) એ આરોપી ફરહાન મયુદીનભાઇ મેમણ રહે.વીસીપરા ફુલછાબ કોલોની બિલાલી મસ્જીદ વાળી શેરીમાં મોરબી, સાબીર અનવરભાઇ પીલુડીયા રહે. વીસીપરા મદીના સોસાયટી પીલુડીયા ચક્કી પાસે મોરબી, હાજી ઇકબાલભાઇ પીલુડીયા રહે.વીસીપરા ફુલછાબ કોલોની બિલાલી મસ્જીદ વાળી શેરીમાં મોરબી, સોહીલ રસીકભાઇ સુમરા રહે. વીસીપરા કુલીનગર ૨ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના દિકરા આરોપીઓ સાથે બોલતાં ન હોય જે સારૂ નહી લાગતા ફરીયાદીના દિકરા સમીર તથા સાહેદ કાસમ બંને સ્કુટર લઇ નીકળતા આરોપી ફરહાન તથા સાબીરે ગાળ આપતા ફરીયાદિના દિકરાએ ગાળ નહી બોલવાનુ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા તેઓની સાથે ઝપાઝપી કરી ગાળો બોલવા લાગતા ત્યારબાદ આરોપીઓ સ્વીફ્ટ ગાડી લઇ અન્ય બે આરોપીઓને સાથે લઇ ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીના દિકરા સમીરને ઘરની બહાર બોલાવી ઢીકા પાટુનો મુંઢમાર મારી તેમજ કુહાડીનો એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.