મોરબીના નવલખી રોડ પર આવેલી યમુનાનગર શેરી નજીક ચાલતા બાંધકામ સાઈટ પરથી સિમેન્ટની થેલીની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ સ્વાગત વાડી સામે સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઈ ખોડાભાઈ કામરીયાના નવલખી રોડ યમુના નગર શેરી નં.4માં કબ્જા ભોગવટાવાળી બાંધકામની સાઇટની બાજુમાં સાર્વજનિક પ્લોટ ઉપર રાખેલ સિમેન્ટની 40 થેલી (કિં.રૂ.12000)ની અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધી વધુ તપાસ આર.બી.ટાપરિયા ચલાવી રહ્યા છે.