અત્યારે તેમને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જય ભારત સાથ ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનું કે અમો તા.જી. મોરબીના મધુપુર ગામના રહેવાસી છીએ અને અમારા ગામમાં અગાઉ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ચાલુ હતો અને જેથી અમારા ગામના બાળકો ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ કરી શકતા હતા. પરંતુ બે વર્ષથી અમારા ગામની સરકારી પ્રાથમીક શાળામાં ધો. ૧ થી ૮ સુધીનો અભ્યાસ બંધ કરીને માત્ર ધો. ૧ થી ૫ સુધીનો જ અભ્યાસ ચાલુ રાખેલ છે. જેને પરિણામે અમારા ગામના અંદાજીત ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો. ૬ થી ૮ માં અભ્યાસ કરે છે તેઓને અભ્યાસમાં ઘણી તકલીફ પડે છે અને અભ્યાસ માટે તેઓને બાજુના ગામમાં જવું પડે છે તેમજ ૬ થી ૮ ના બાળકોને મુસાફરી દરમ્યાન ઘણી તકલીફો પડે છે અને તેના અભ્યાસ પર પણ તેની માઠી અસર પડે છે.
આથી ઉપરોકત બાબતને ધ્યાનમાં લઈને આપ સાહેબને અમારી નમ્ર વિનંતી કે અમારા મધુપુર ગામના વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં સારીરીતે અભ્યાસ કરી શકે અને આવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોઈ તકલીફ ન પડેએ એ માટે દિવાળી પછી શરૂ થતા નવા સત્રમાં અમારા મધુપુર ગામની શાળામાં પહેલાની જેમ રાબેતા મુજબ ધોરણ ૧ થી ૮ સુધીનો અભ્યાસ ચાલુ કરાવી આપવા આપ સાહેબને વિનંતી.