Tuesday, April 22, 2025

મોરબીના મચ્છીપીઠમાં જૂથ અથડામણ: પોલીસ જવાનને ઇજા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં ગતરાત્રીએ બે જુથ વચ્ચે અથડામણ થય હોવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં પોલીસકર્મીને પણ ઇજા થતાં સાત મહિલા સહિત 20 લોકો સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ જવાને ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના મચ્છી પીઠમાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોય અને સામસામાં પથ્થરો અને બોટલના છુટા ઘા કરવામાં આવી રહ્યા હતા. આ બાબતની જાણ મોરબી એ ડીવીઝન પોલીસને થતા પોલીસની ટીમ પીસીઆર લઈને રવાના થઇ હતી. અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ આરોપીઓ અહેમદ જુસબભાઈ કટિયા, સપુબાઈ અહેમદભાઈ કટિયા, અકબર જુસબભાઈ કટિયા, રેમાન જુસબભાઈ કટિયા, જાનબાઈ રેમાનભાઈ કટિયા, નુરમામદભાઈ જુસબભાઈ કટિયા, સલીમભાઈ જુસબભાઈ કટિયા, સારબાઈ સલીમભાઈ કટીયા, નિજામ જુસબભાઈ કટીયા. જાનબાઈ નિજામભાઈ કટીયા, ઇકબાલભાઈ જુસબભાઈ કટીયા, જમીલાબેન ઇકબાલભાઈ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઈ કટીયા, ગુલબાનુબેન મુસ્તાકભાઈ કટીયા, હૈદરઅલી પંચાણભાઈ ભટી, રોશનબેન હૈદરભાઈ ભટી, ઉમરભાઈ હૈદરઅલી ભટી, મહેબુબ હૈદરઅલી ભટી, ઇમરાન હૈદરઅલી ભટી અને ફાતમા ઇમરાનભાઈ ભટી (રહે. બધા મોરબી મચ્છીપીઠ)એ ગેરકાયદેસર મંડળી રચી પીસીઆર લઈને ગયેલ પોલીસ જવાન યશવતસિંહ પ્રવીણસિંહ ઝાલાને માથામાં ઈજા કરી તેમજ ઉમરદિન હૈદરઅલી ભટી, રોશન હૈદરઅલી ભટી અને હૈદરઅલી ભટીને ઈજા કરી તેમજ તમામ આરોપીઓએ એકબીજાના ઘરમાં પ્રવેશ કરી નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત પોલીસ જવાન યશવંતસિંહ પ્રવીણસિંહ ઝાલાએ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW