Tuesday, April 22, 2025

મોરબીના નારણકા ગામે સ્વાલ કોર્પોરેશન લીમીટેડ કપંની દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નારણકા ગામે સ્વાલ કોર્પોરેશન લીમીટેડ કંપની દ્વારા ગઇકાલે કિશાન દિવસ નિમિત્તે સ્વાલ લોગો રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12થી વધુ મહિલા અને બાળાઓએ ભાગ લીધો હતો.

રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબરે બોખાણી હર્મિષાબેન ભરતભાઈ વિજેતા થયા હતા. તમામ વિજેતા બહેનોને સ્વાલ કોર્પોરેશન લીમીટેડ કપંની દ્વારા આકર્ષક ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નારણકા ગ્રામ પંચાયત સરપંચ ભાણીબેનના પુત્ર અમિતભાઈ બોખાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નારણકા ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાલ કોર્પોરેશન લીમીટેડ કંપનીના શંભુ કુશવાલા, તથા સીએ અમોલ કદમ, એફએ વિમલ ગુપ્તાએ સફળ આયોજન બદલ નારણકા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW