મોરબીના નવા જાંબુડીયા ગામે ત્તીન પત્તીનો જુગાર રમતા 5 પતા પ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા જાંબુડીયા ગામે ત્તીન પત્તીનો જુગાર રમતા આરોપી દેવાભાઇ બહાદુરભાઈ ગવારીયા(ઉ.વ.૨૧),કલાભાઈ બચુભાઈ ભરવાડીયા (ઉ.વ.૨૪),કરમશીભાઈ સીદીભાઈ ભરવાડીયા (ઉ.વ.૫૫)છનાભાઈ મનજીભાઈ ગોહેલ (ઉ.વ.૪૫.રહે બધાં નવાં જાંબુડીયા સલાટપરા. મોરબી) તથા જલાભાઈ સીંધાભાઈ ગોલતર (ઉ.વ.૩૫.રહે. ત્રાજપર એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં. મોરબી-૨) નેં રોકડ રકમ રૂ. ૧૨૮૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.