મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના ભાઈ અને ખેડા જીલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા આઈએએસ કેડરના અધિકારી રમેશભાઈ મેરજા કોરોના સંક્રમિત થયા છે.
અધિક કલેકટર રમેશભાઈ મેરજાને તાવ અને શરદી જેવા લક્ષણો જણાતા કોરોના રીપોર્ટ કરાવ્યો હોય જે રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હાલ સારવાર હેઠળ છે. ડોક્ટરની સલાહ મુજબ તેઓ નડિયાદ ખાતે હોમ કોરોનટાઈન થયા છે. હાલ તેમની તબિયત સારી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે