મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના ઝુલતા પુલ નજીક આવેલ મહાપ્રભુજીને બેઠક પાસેથી જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરોધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝૂલતા પુલ, મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અતુલભાઇ બાબુભાઇ જંજવાડીયા (૨) રાકેશભાઇ લઘુભાઇ મોરવાડીયા (૩) શાંતીલાલ રાઘવજીભાઇ ઉપસરીયા અને (૪) વિજયભાઇ નાગજીભાઇ રાવાને રોકડા રૂપિયા ૬,૦૯૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. ત્યારે તેમના વિરોધ જુગાર ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.