મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ ગ્રામજનો અને આગેવાનો આગળ આવી લોકોની સાવચેતી માટે અપિલ સાથે મદદે આગળ આવ્યા છે. અને કોરોના રેપીટ ટેસ્ટની કામગીરી હાથ ધરી છે.
ત્યારે મોરબીના જેપુર ગામે ઉપવનમાં પિયુશભાઈ રેવાલાલ કાવઠીયા તથા ડો.હિરેનભાઈ કારોલીયા જનની હોસ્પિટલવાળાના સહયોગથી જેપુર ગામના લોકો માટે નિ:શુલ્ક કોરોના રેપીડ કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 74 લોકોને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 17 લોકો પોઝીટીવ આવ્યા હતા. જેમને નિ:શુલ્ક દવા વિતરણ કરવામાં આવી હતી. સાથે ગામના સેવાભાવી યુવાનો દ્વારા લીંબુ શરબત વિતરણ કરાયું હતું.

