મોરબીના જેપુર ગામની સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં જેરામભાઇની વાડી પાસે ગુંદાના ઝાડ ની ડાળી સાથે ગળાફાસો ખાઈ ને અરજણભાઈ રાયસીંગભાઈ ખુરી (ઉ.વ.60) આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.