Tuesday, April 22, 2025

મોરબીના જેતપર ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જેતપર ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 95 બોટલો તથા દારૂના ચપલાઓ 170 સાથે બે ઇસમને એલસીબી ટીમે દરોડો પાડીને ઝડપી લીધા હતા.

મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવૉડના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને મળેલી બાતમી મળી હતી કે, જેતપર ગામે રહેતા કિશોરભાઇ બચુભાઇ કોળી તથા કરણભાઈ ગોરધનભાઈ મકવાણા (રહે. જેતપર તા.જી.મોરબી) વાળાઓએ ભાગીદારીમાં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવી રહેણાંક મકાનમાં છુપાવી તેનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા એલસીબી ટીમ રેડ કરી હતી.

રેઇડ દરમિયાન અંગ્રેજીદારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ.95 (કિં.રૂ.6000) તથા નાના ચપલાઓ નંગ.170 (કિં.રૂ.17,000) મળી કુલ રૂપિયા 53,000ના મુદ્દામાલ સાથે કિશોરભાઇ બચુભાઇ બળોંધરા (રહે.હાલ જેતપર ચકમપરના રસ્તે GEB પાછળ તા.જી.મોરબી) અને કરણભાઇ ગોરધનભાઇ મકવાણા (રહે.જેતપર વણકરવાસ તા.જી.મોરબી)ને ઝડપી લીધા હતા. અને બન્ને વિરૂધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોક્ત કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ,ચંદુભાઈ કાણોતરા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ મિયાત્રા, ભરતભાઇ જીલરીયા, હરેશભાઈ સરવૈયા વગેરેએ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW