મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જે પગલે મોરબી સહિત 20 શહેરોમાં રાત્રિ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીના પગલા ભરી આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે.
ત્યારે જેતપર ગામના વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લીધો છે અને તમામ વેપારીઓ જોગ સુચના આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે તા.10 એપ્રિલથી તા.2% એપ્રિલ સુધી સવારે 7 થી બપોરે 1 સુધી જ દુકાનો ખુલ્લી રાખવી અને બપોરે 1 વાગ્યા બાદ સંપૂર્ણ બંધ પાડવા સહકાર આપવા જણાવાયું છે.