મોરબીના જુના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના જુના ઘુંટૂ ગામે જનકપુરી પાછળ તળાવના કાંઠે બાવળની કાંટમાથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જુના ઘુંટૂ ગામે જનકપુરી પાછળ તળાવના કાંઠે બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૧ કિં રૂ. ૨૫,૨૦૦ તથા બીયર ટીન નંગ -૩૪ કિં રૂ. ૨૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ચિરાગભાઈ કારૂભાઈ હૈણ (ઉ.વ.૨૨) રહે. જનકપુરી સોસાયટી, જુનું ઘુંટુ તા.જી. મોરબીવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.