મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં ગાળા પાવડીયારી રોડ ગાળા ગામના પુલ નજીક એક શખ્સ શંકાસ્પદ જણાતા આરોપીની તલાશી લેતા આરોપી સિકંદર ઉર્ફે સિક્લો કાસમભાઈ સંધવાણી (ઉ.વ.૪૨) રહે. માળીયા (મીં) માલાણી શેરી માળિયા (મીં)વાળા પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક (હથીયાર) નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.