મૂળ રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (ઉ.વ.૪૦) નામના યુવકનું મોરબીના સામાકાંઠે આવેલ કેશરબાગમા બગીચાના બાકડા ઉપર કોઈ કારણસર મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.