મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મોરબીના કાલિકાનગર ગામની સીમમાં લખધીરપુર રોડ કાલિકાનગર રોડ પર આવેલ ન્યુ કેવલ સ્ટોન ભરડીયા તથા આરોપીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપી સુરેશભાઈ મગનભાઈ ભાલોડીયા (ઉ.વ.૫૨) રહે. કાલીકાનગર મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી કબજામાં તેમજ કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૧૨૮૨ તથા નાની બોટલ ચપલા નંગ -૨૩ કિં રૂ.૨૩૦૦ મળી કુલ કિં રૂ.૩૫૮૨ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.