મોરબી સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અશ્વિનભાઇ ટાંકનું અમદાવાદ સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજ્યું હતું.
મુળ સુપેડી તા.ધોરાજી ના વતની અને સીએચસી વંથલીથી તા.02/01/2010 થી બદલી થઈ મોરબી ફરજમાં મુકાયેલા અને ત્યારથી મોરબી સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડોકટર અશ્વીન ટાંકને તા: 20/3 ના રોજ તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નીપજ્યું હતું. જો કે ઉલ્લેખનીય છે કે, ડો.અશ્વિનભાઇ ટાંક કોરોના સંક્રમિત થયા હોય અને સારવાર ચાલુ હોય દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી હતી. ડો. ટાંકના મૃત્યુના સમાચારને પગલે મોરબી સિવીલ હોસ્પિટલમાં સ્ટાફગણ અને ડોક્ટરોમાં દુ:ખની લાગણી ફેલાઈ છે.