મોરબી સિરામીક એશોસીએસન પાસે Nhale , made in USA નુ BiPap મશીન છે. જે મોરબીની હોસ્પિટલમાં જરૂરીયાત હોય તો દર્દીની વિગતો સાથે હોસ્પિટલ દ્વારા મોરબી સિરામીક એશોસીએસનને જાણ કરવાની રહેશે.
જેમા જો મશીન હશે તો વાપરવા માટે પેશન્ટ ટુ પેશન્ટ નિ:શુલ્ક આપવામાં આવશે અને આ મશીન વેન્ટીલેટરની જેમ ઉપયોગી હોય કોઇપણ હોસ્પિટલને જરૂર પડે તો મોરબી સિરામીક એશોસીએસનનો સંપર્ક કરવાથી મોરબીની હોસ્પિટલમાં વાપરવા માટે આપવામા આવશે અને તે દર્દીની સારવાર પુરી કરીને મોરબી સિરામીક એશોસીએસનને પરત કરવાનું રહેશે. મોરબીની તમામ જ્ઞાતિના લોકો માટે આ મશીન ફકત મોરબીની જ હોસ્પિટલમાં વાપરવા માટે આપવામાં આવશે તેવુ મોરબી સિરામીક એશોસીએસનની યાદીમાં જણાવાયું હતું.