ગુજરાતભરમાં વધતાં કોરોના કેશ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાઈ કમાન્ડ મીટિંગમાં મહત્વનો નીર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આવતીકાલથી 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના શહેરોનો સમાવેશ થયો છે. તેમજ લગ્ન પ્રસંગ માટે 100 લોકોની મંજૂરી અને મોટા ધાર્મિક અને રાજકીય કાર્યક્રમ પર સંપૂર્ણ રોક લગાવામાં આવી છે.