મોરબીના પંચાસર ચોકડી પાસે આવેલ સતવારા સમાજની વાડી ખાતે આવતીકાલે પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા રસી લેશે. આવતીકાલે તા.૦૮ ના રોજ કોવિડ-૧૯ વેક્સિન અંગે ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની તથા જીલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરિયાની આગેવાનીમાં મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સવારે ૯:૦૦ કલાકે સતવારા સમાજની વાડી, પંચાસર ચોકડી, કંડલા બાયપાસ, મોરબી ખાતે જીલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરિયા તથા જીલ્લા ભાજપના હોદેદારઓ તથા શહેર ભાજપના હોદેદારોઓ તથા ચુંટાયેલા કાઉન્સિલરોની હાજરીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા રસીકરણ કરાવશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે નવાગામ સતવારા જ્ઞાતિની વાડી, રામજી મંદિરની બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે સર્વે આગેવાનો પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે બોરીયાપાટી, શ્રી રામજી મંદિર, લીલાપર કેનાલ રોડ ખાતે સર્વે આગેવાનો પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે.