Tuesday, April 22, 2025

મોરબી શહેરના શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ

Advertisement
Advertisement
Advertisement

રોડના નવીનીકરણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રવેશ પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પડાયું; વૈકલ્પિક માર્ગ માટે વ્યવસ્થા કરાઈ

મોરબી શહેરમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી રોડ) નવો બનાવવાનો હોવાથી આ રોડ પર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વૈકલ્પિક માર્ગ માટે વ્યવસ્થા કરાઈ

(૧) ટુ વ્હીલર, ફોર વ્હીલર માટે પૂનમ કેસેટ થી વિજય ટોકીઝ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ મચ્છીપીઠ રોડ ઉપરથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકશે.

(૨) ટુ વ્હીલર ફોર વ્હીલર માટે પૂનમ કેસેટ થી વિજય ટોકીઝ થી જુના બસ સ્ટેન્ડ થઈ અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન થઈ જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકાશે.

(૩) ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિજય ટોકિઝ થઈ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈ નવાડેલા રોડ પરથી જુના બસ સ્ટેન્ડ તરફ જઈ મચ્છીપીઠ રોડ તથા અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન તરફથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ પર જઈ શકાશે.

આ જાહેરનામું આગામી ૧૧ ડિસેમ્બર – ૨૦૨૪ સુધી અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય તો ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW