મોરબી: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે કહેર વરસાવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભરડો લીધો છે. એવામાં સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજનું પ્રથમ કોવિડ સેન્ટર મોરબી ખાતે રઘુવંશી કોવિડ સેન્ટરના નામે કાર્યરત થયું હતું. જેમા તન-મન-ધનથી લોહાણા અગ્રણીઓએ આપેલ યોગદાનથી ઘણા બધા કોરોના પેસન્ટની સારવાર કરવામાં આવી હતી.
લોહાણા અગ્રણીઓના આ ઉમદા કાર્ય બદલ મોરબી લોહાણા મહાજન-મોરબી દ્વારા શ્રી રૂચિર ભાઈ કારીયા, જીનેશભાઈ કાનાબાર,સુનિલભાઈ પુજારા ( રામ મોબાઈલ), જય કક્કડ, હાર્દિક રાજા, નર્સિંગ ડીપાર્ટમેન્ટ હેડ રવિના મેડમ, ડો. યશ હીરાણી, ડો.ભાવીન ચંદે, ચંદ્રેશ ભાઈ આડઠક્કર, પરેશ ભાઈ કાનાબાર, દીલીપભાઈ કાનાબાર, તેજશ બારા, જશવંતભાઈ મીરાણી સહીત ના અગ્રણીઓ ની અનન્ય સેવા બદલ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, જીતુભાઈ પુજારા સહીતના અગ્રણીઓએ સેવાના ભેખધારી યુવાનોને બિરદાવ્યા હતા. તેમજ જલારામ સેવા મંડળ-મોરબીના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર સહીતનાઓએ શુભેચ્છા પાઠવી હતી.
