Tuesday, April 22, 2025

મોરબી: લાલ શાહીથી નાસતા ફરતા જાહેર કરેલ મહિલા ઝડપાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપીને મોરબી સીટી બી ડીવી પોલીસ ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હતી. જે અનુસંધાને ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તથા વી.એલ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન લોકરક્ષક કિશનભાઇ ધીરૂભાઇ મોટાણી મળેલ બાતમી આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં લાલ શાહીથી નાસતા ફરતા જાહેર કરેલ મહિલા આરોપી હંસાબેન વિનાશભાઇ ભીમાભાઇ ચાડમિયા (રહે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સામે નાસ્તા ગલીમાં ઝુપડામાં મોરબી-૨) વાળી પાડા પૂલ નીચે રવીવારી બજારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.હે.કો. દિનેશભાઇ હનાભાઇ, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી, રમેશભાઇ રાયધનભાઇ, દેવસીભાઇ ડુંગરભાઇ, ભગીરથભાઇ દાદુભાઇ, શક્તિસિંહ કિશોરસિંહ, વનિતાબેન જેઠાભાઇ વિગેરે કરેલ હતી.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW