Wednesday, April 23, 2025

મોરબી રેલ્વે સ્ટેશન નજીકથી રીઢો બાઈક ચોર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અનેક મોટર સાઈકલ ચોરીના બનાવો બની રહ્યા છે જેને પગલે મોરબી પોલીસ સતત પેટ્રોલિંગ કરીને મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જેમાં મોરબી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી રીઢા બાઈક ચોરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સ્ટાફના આશીફભાઈ રાઉંમાં અને કુલદીપભાઈ સોલંકી સીસીટીવી રૂમમાં મોનીટરીંગ કરતા હોય દરમિયાન રેલ્વે સ્ટેશન નજીક એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટર સાઈકલના લોક ખોલ બંધ કરતો હોય જેથી પોલીસ સ્ટાફ દોડીને તપાસ કરતા આરોપી નરેન્દ્રભાઈ જયંતીભાઈ પટેલ (રહે-મોરબી ગ્રાફિટીક લેમિનેટ કારખાનામાં હરીપર મૂળ-ધાનજ ગાંધીનગર) હોય અને તેની પાસે રહેલ એકટીવા GJ36-AB-7159 જેના કાગળો માગતા પોતાની પસે ન હોય જેથી મોબાઈલ પોકેટ કોપની મદદથી તે એકટીવા ચોરીનું હોવાની માહિતી મળતા આરોપી નરેન્દ્ર પટેલની અટક કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

જેથી આરોપીએ એક મોટર સાઈકલ છ મહિના પહેલા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાંથી તથા અન્ય ત્રણ મોટર સાઈકલ મોરબીમાં અલગ અલગ સ્થળેથી ચોરેલ હોવાની કબુલાત આપતા પોલીસે આરોપી નરેન્દ્ર પટેલને સાથે રાખીને અલગ અલગ સ્થળની તપાસ કરતા ચાર મોટર સાઈકલ રીકવર કર્યા હતા અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી આગાઉ પણ કલોલ પોલીસ મથકમાં ૨૦૧૬-૨૦૧૭ ના વર્ષમાં સાત ચોરીના મોટર સાઈકલ સાથે પકડાયેલ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.

મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ જે એમ આલ, પીએસઆઈ એસ એમ રાણા, રામભાઈ મઢ, કિશોરભાઈ મિયાત્રા, સંજયભાઈ બાલાસરા, ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, આસિફભાઈ ચાણકિયા, સમરથસિંહ ઝાલા, ભરતભાઈ હુંબલ, હસમુખભાઈ પરમાર, અરજણભાઈ ગરિયા, કોમલબેન મિયાત્રા, કુલદીપભાઈ સોલંકી અને કમલેશભાઈ રબારી સહિતની ટીમે કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW